Psalms 120 (IRVG)
undefined ચઢવાનું ગીત. 1 મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યોઅને તેમણે મને ઉત્તર આપ્યો. 2 હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છેઅને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો. 3 હે કપટી જીભ, તને તો તે શું કરશે?અને તારા તે શા હાલ કરશે? 4 તને યોદ્ધાઓ તીક્ષ્ણ બાણોથી વીંધશે,અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે. 5 મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું;અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો. 6 જે શાંતિ પર દ્વેષ રાખે છેતેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું. 7 હું શાંતિ ચાહું છું,પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.