Psalms 131 (IRVG)
undefined ચઢવાનું ગીત; દાઉદનું. 1 હે યહોવાહ, મારું હૃદય ઘમંડી નથી અને મારી આંખો અભિમાની નથી.મારી પાસે મારા માટે કોઈ મહાન આશાઓ નથીઅથવા જે વાતોને હું પહોંચી શકતો નથી તેમાં, હું હાથ નાખતો નથી. 2 તેમ છતાં, મેં મારો આત્મા નમ્ર અને શાંત કર્યો છે;જેમ એક બાળક પોતાની માતાનું દૂધ છોડે છે,તેમ મારો આત્મા દૂધ છોડી દેનાર બાળકના જેવો જ છે. 3 હે ઇઝરાયલ, આ સમયથી તે સદાકાળ માટેયહોવાહની જ આશા રાખજે.