Psalms 142 (IRVG)
undefined દાઉદ ગુફામાં હતો તે વખતનું તેનું માસ્કીલ; પ્રાર્થના. 1 હું મોટા અવાજે યહોવાહને વિનંતિ કરું છું;ઊંચે સ્વરે હું યહોવાહને વિનંતી કરું છું. 2 તેમની આગળ મારું દુઃખ ઠાલવું છું;હું તેમની આગળ મારી મુશ્કેલીઓ પ્રગટ કરું છું. 3 જ્યારે મારો આત્મા નિર્બળ થાય છે,ત્યારે તમે મારા માર્ગો જાણો છો.જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓએમારે માટે પાશ સંતાડી મૂક્યો છે. 4 હું મારી જમણી બાજુએ જોઉં છું,તો ત્યાં મારી સંભાળ લેનાર કોઈ નથી.મારું નાસવું નિષ્ફળ ગયું છે;મારા જીવનની સંભાળ લેનાર કોઈ નથી. 5 હે યહોવાહ, મેં તમને વિનંતિ કરીને કહ્યું,“તમે જ મારો આશ્રય છો,મારી જિંદગીપર્યંત તમે મારો વારસો છો. 6 મારો પોકાર સાંભળો,કેમ કે હું બહુ દુઃખી થઈ ગયો છું;મને સતાવનારાના હાથમાંથી છોડાવો,કેમ કે તેઓ મારા કરતા બળવાન છે. 7 મારા આત્માને બંદીવાસમાંથી બહાર લાવો,કે જેથી હું તમારા નામનો આભાર માની શકું.ન્યાયીઓ મારી આસપાસ ફરી વળશેકેમ કે તમે મારા માટે ભલા છો.