Psalms 82 (IRVG)
undefined મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તિથ. આસાફનું (ગીત). 1 ઈશ્વર પવિત્ર સભામાં ઊભા રહે છે;તે દેવો મધ્યે ન્યાય કરે છે. 2 તમે ક્યાં સુધી ગેરઇનસાફ કરશો?અને ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો? સેલાહ. 3 ગરીબ તથા અનાથનો ન્યાય કરો;દુ:ખિત અને લાચારને ઇનસાફ આપો. 4 ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો;તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો. 5 તેઓ જાણતા નથી કે સમજતા નથી;તેઓ અંધકારમાં ભટકતા ફરે છે;પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે. 6 મેં કહ્યું કે, “તમે દેવો છોઅને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો. 7 તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશોઅને રાજકુમારની જેમ પડશો.” 8 હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો,કારણ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો.