Acts 24 (IRVG)

1 પાંચ દિવસ પછી અનાન્યા પ્રમુખ યાજક, કેટલાક વડીલોને તથા તર્તુલસ નામે એક વકીલને સાથે લઈને આવ્યો, તેઓએ રાજ્યપાલની સમક્ષ પાઉલની વિરુદ્ધ ફરિયાદ રજૂ કરી. 2 પાઉલને બોલાવવામાં આવ્યો ત્યારે તર્તુલસ નીચે દર્શાવ્યા પ્રમાણે બોલીને તેના વિરુદ્ધ આરોપ મૂકવાનું શરૂ કરતા કહ્યું કે, ‘ઓ નેકનામદાર ફેલીક્સ, આપનાથી અમે બહુ સુખશાંતિ પામીએ છીએ, આપની સમજદારીથી આ પ્રજાના લાભમાં અનર્થો દૂર કરવામાં આવે છે, 3 તેથી અમે સર્વ પ્રકારે આપના ખૂબ આભારી છીએ. 4 પણ હું આપને વધારે તસ્દી ન આપું માટે હું વિનંતી કરું છું કે, કૃપા કરીને અમારી થોડી વાતો સાંભળો. 5 કે આ માણસ પીડાકારક તથા આખા જગતના સર્વ યહૂદીઓમાં હંગામો પેદા કરનાર તથા ઈસુ નાઝારી પંથનો આગેવાન હોવાનું અમને માલૂમ પડયું છે. 6 તેણે ભક્તિસ્થાનને પણ અશુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે અમે તેની ધરપકડ કરી; અને અમે અમારા શાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરવા માગતા હતા. 7 પણ લુકિયસ સરદાર આવીને બહુ બળજબરી કરીને અમારા હાથમાંથી તેને છોડાવી લઈ ગયા. 8 તેના પર ફરિયાદ કરનારાઓને આપની પાસે આવવાની આજ્ઞા કરી. એની તપાસ આપ પોતે કરશો, જે સઘળા વિશે અમે એના પર દોષ મૂકીએ છીએ તે સર્વથી આપ વાકેફ થશો. 9 યહૂદીઓએ પણ ફરિયાદમાં સામેલ થઈને કહ્યું કે, એ વાતો એ પ્રમાણે જ છે. 10 પછી રાજ્યપાલે પાઉલને બોલવાનો ઇશારો કર્યો, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, ‘ઘણાં વર્ષોથી તમે આ દેશના ન્યાયાધીશ છો, એ જાણીને હું ખુશીથી પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપું છું. 11 કેમ કે (તપાસ કરવાથી) આપને માલૂમ પડશે કે ભજન કરવા સારુ યરુશાલેમમાં જવાને મને બાર કરતાં વધારે દિવસ થયા નથી. 12 સભાસ્થાનોમાં કે શહેરમાં કોઈની સાથે વાદવિવાદ કરતો, અથવા લોકોમાં હંગામો ઉઠાવતો તેઓએ મને જોયો નથી. 13 મારા પર જે આરોપો તેઓ હમણાં મૂકે છે તેની સાબિતી તેઓ આપની આગળ કરી શકતા નથી. 14 પણ આપની આગળ હું આટલું કબૂલ કરું છું કે, જે માર્ગને તેઓ દુર્મતે કહે છે તે પ્રમાણે હું અમારા પૂર્વજોના ઈશ્વરની ભક્તિ કરું છું, જે વચનો નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકમાં લખેલી છે તે સર્વ હું માનું છું. 15 હું ઈશ્વર વિષે એવી આશા રાખું છું, જેમ તેઓ પોતે પણ રાખે છે, કે ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે. 16 વળી હું એવો પ્રયત્ન કરું છું કે, ઈશ્વરની તથા માણસોની પ્રત્યે હું સદા નિર્દોષ અંતઃકરણ રાખું. 17 હવે ઘણા વર્ષ પછી હું પોતાના લોકને દાન આપવાને અને અર્પણ કરવાને આવ્યો. 18 તે દરમ્યાન તેઓએ મને ભક્તિસ્થાનમાં શુદ્ધ થયેલો જોયો, ત્યાં ભીડ કે તોફાન થયું નહોતું; પણ આસિયાના કેટલાક યહૂદીઓ (ત્યાં હતા), 19 જો મારી વિરુદ્ધમાં તેઓને કંઈ કહેવાનું હોત, તો તેઓ અહીં આપની પાસે આવીને આરોપો મૂકવા જોઈતા હતા. 20 હવે આ માણસો પોતે કહી બતાવે કે, હું ન્યાયસભાની આગળ ઊભો હતો ત્યારે મારામાં તેઓને કયો ગુનો માલૂમ પડ્યો હતો? 21 એટલું તો ખરું કે, તેઓની મધ્યે ઊભા રહીને મેં આ એક વચન કહ્યું કે, મૂએલાઓના પુનરુત્થાન વિષે તમારી રૂબરૂ આજે મારો ન્યાય કરવામાં આવે છે.’” 22 પણ ફેલીક્સને તે માર્ગ વિષે વધારે ચોક્કસ જ્ઞાન હતું, માટે તેણે મુકાદમાને મુલતવી રાખીને તેઓને કહ્યું કે લુકિયસ સરદાર આવશે ત્યારે હું તમારા કામનો નિર્ણય કરીશ. 23 તેણે સૂબેદારને આજ્ઞા કરી કે, તેને જાપતામાં રાખવો પણ તેને છૂટ આપવી, અને તેના મિત્રોમાંના કોઈને તેની સેવા કરવાની મના કરવી નહિ. 24 પણ કેટલાક દિવસ પછી ફેલીક્સ પોતાની પત્ની દ્રુસિલા, કે જે યહૂદી હતી, તેની સાથે આવ્યો, અને તેણે પાઉલને બોલાવીને ખ્રિસ્ત પરના વિશ્વાસ વિષે વચન સાંભળ્યું. 25 પાઉલ સદાચાર, સંયમ તથા આવનાર ન્યાયકાળ વિષે સમજાવતો હતો, ત્યારે ફેલીક્સે ભયભીત થઈને ઉત્તર આપ્યો કે, ‘હમણાં તો તું જા, મને અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે હું તને મારી પાસે બોલાવીશ.’” 26 તે એવી પણ આશા રાખતો હતો કે, પાઉલ મને પૈસા (લાંચ) આપશે; એ સારુ તે તેને ઘણી વાર બોલાવીને તેની સાથે વાતચીત કરતો હતો. 27 પણ બે વર્ષ પછી ફેલીક્સની જગ્યાએ પોર્કિયસ ફેસ્તસ આવ્યો, યહૂદીઓને પ્રસન્ન કરવાની ઇચ્છાથી ફેલીક્સ પાઉલને બંધનમાં મૂકી ગયો.

In Other Versions

Acts 24 in the ANGEFD

Acts 24 in the ANTPNG2D

Acts 24 in the AS21

Acts 24 in the BAGH

Acts 24 in the BBPNG

Acts 24 in the BBT1E

Acts 24 in the BDS

Acts 24 in the BEV

Acts 24 in the BHAD

Acts 24 in the BIB

Acts 24 in the BLPT

Acts 24 in the BNT

Acts 24 in the BNTABOOT

Acts 24 in the BNTLV

Acts 24 in the BOATCB

Acts 24 in the BOATCB2

Acts 24 in the BOBCV

Acts 24 in the BOCNT

Acts 24 in the BOECS

Acts 24 in the BOGWICC

Acts 24 in the BOHCB

Acts 24 in the BOHCV

Acts 24 in the BOHLNT

Acts 24 in the BOHNTLTAL

Acts 24 in the BOICB

Acts 24 in the BOILNTAP

Acts 24 in the BOITCV

Acts 24 in the BOKCV

Acts 24 in the BOKCV2

Acts 24 in the BOKHWOG

Acts 24 in the BOKSSV

Acts 24 in the BOLCB

Acts 24 in the BOLCB2

Acts 24 in the BOMCV

Acts 24 in the BONAV

Acts 24 in the BONCB

Acts 24 in the BONLT

Acts 24 in the BONUT2

Acts 24 in the BOPLNT

Acts 24 in the BOSCB

Acts 24 in the BOSNC

Acts 24 in the BOTLNT

Acts 24 in the BOVCB

Acts 24 in the BOYCB

Acts 24 in the BPBB

Acts 24 in the BPH

Acts 24 in the BSB

Acts 24 in the CCB

Acts 24 in the CUV

Acts 24 in the CUVS

Acts 24 in the DBT

Acts 24 in the DGDNT

Acts 24 in the DHNT

Acts 24 in the DNT

Acts 24 in the ELBE

Acts 24 in the EMTV

Acts 24 in the ESV

Acts 24 in the FBV

Acts 24 in the FEB

Acts 24 in the GGMNT

Acts 24 in the GNT

Acts 24 in the HARY

Acts 24 in the HNT

Acts 24 in the IRVA

Acts 24 in the IRVB

Acts 24 in the IRVH

Acts 24 in the IRVK

Acts 24 in the IRVM

Acts 24 in the IRVM2

Acts 24 in the IRVO

Acts 24 in the IRVP

Acts 24 in the IRVT

Acts 24 in the IRVT2

Acts 24 in the IRVU

Acts 24 in the ISVN

Acts 24 in the JSNT

Acts 24 in the KAPI

Acts 24 in the KBT1ETNIK

Acts 24 in the KBV

Acts 24 in the KJV

Acts 24 in the KNFD

Acts 24 in the LBA

Acts 24 in the LBLA

Acts 24 in the LNT

Acts 24 in the LSV

Acts 24 in the MAAL

Acts 24 in the MBV

Acts 24 in the MBV2

Acts 24 in the MHNT

Acts 24 in the MKNFD

Acts 24 in the MNG

Acts 24 in the MNT

Acts 24 in the MNT2

Acts 24 in the MRS1T

Acts 24 in the NAA

Acts 24 in the NASB

Acts 24 in the NBLA

Acts 24 in the NBS

Acts 24 in the NBVTP

Acts 24 in the NET2

Acts 24 in the NIV11

Acts 24 in the NNT

Acts 24 in the NNT2

Acts 24 in the NNT3

Acts 24 in the PDDPT

Acts 24 in the PFNT

Acts 24 in the RMNT

Acts 24 in the SBIAS

Acts 24 in the SBIBS

Acts 24 in the SBIBS2

Acts 24 in the SBICS

Acts 24 in the SBIDS

Acts 24 in the SBIGS

Acts 24 in the SBIHS

Acts 24 in the SBIIS

Acts 24 in the SBIIS2

Acts 24 in the SBIIS3

Acts 24 in the SBIKS

Acts 24 in the SBIKS2

Acts 24 in the SBIMS

Acts 24 in the SBIOS

Acts 24 in the SBIPS

Acts 24 in the SBISS

Acts 24 in the SBITS

Acts 24 in the SBITS2

Acts 24 in the SBITS3

Acts 24 in the SBITS4

Acts 24 in the SBIUS

Acts 24 in the SBIVS

Acts 24 in the SBT

Acts 24 in the SBT1E

Acts 24 in the SCHL

Acts 24 in the SNT

Acts 24 in the SUSU

Acts 24 in the SUSU2

Acts 24 in the SYNO

Acts 24 in the TBIAOTANT

Acts 24 in the TBT1E

Acts 24 in the TBT1E2

Acts 24 in the TFTIP

Acts 24 in the TFTU

Acts 24 in the TGNTATF3T

Acts 24 in the THAI

Acts 24 in the TNFD

Acts 24 in the TNT

Acts 24 in the TNTIK

Acts 24 in the TNTIL

Acts 24 in the TNTIN

Acts 24 in the TNTIP

Acts 24 in the TNTIZ

Acts 24 in the TOMA

Acts 24 in the TTENT

Acts 24 in the UBG

Acts 24 in the UGV

Acts 24 in the UGV2

Acts 24 in the UGV3

Acts 24 in the VBL

Acts 24 in the VDCC

Acts 24 in the YALU

Acts 24 in the YAPE

Acts 24 in the YBVTP

Acts 24 in the ZBP