Isaiah 38 (IRVG)
1 તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. તેથી આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને કહ્યું: “યહોવાહ એમ કહે છે, ‘તારા ઘરનો બંદોબસ્ત કર; કેમ કે તું મરવાનો છે, તું જીવવાનો નથી.” 2 ત્યારે હિઝકિયાએ પોતાનું મુખ દીવાલ તરફ ફેરવીને યહોવાહને પ્રાર્થના કરી. 3 તેણે કહ્યું, “હે યહોવાહ, હું કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તમારી સમક્ષ ચાલ્યો છું અને તમારી દૃષ્ટિમાં જે સારું તે મેં કર્યું છે,” અને પછી હિઝકિયા બહુ રડ્યો. 4 પછી યશાયાની પાસે યહોવાહનું આ વચન આવ્યું કે, 5 “જઈને મારા લોકના આગેવાન હિઝકિયાને કહે, “તારા પિતા દાઉદના ઈશ્વર યહોવાહ એમ કહે છે, ‘તારી પ્રાર્થના મેં સાંભળી છે અને તારાં આંસુ મેં જોયાં છે. જુઓ, હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારીશ. 6 હું તને તથા આ નગરને આશ્શૂરના રાજાના હાથમાંથી છોડાવીશ; અને હું આ નગરનું રક્ષણ કરીશ. 7 અને યહોવાહે જે વચન કહ્યું છે, તે તે પૂરું કરશે, એનું આ ચિહ્ન તને યહોવાહથી મળશે: 8 જુઓ, આહાઝના સમયદર્શક યંત્રમાં જે છાંયડો દશ અંશ પર છે, તેને હું દશ અંશ પાછો હટાવીશ!” તેથી છાંયડો જે સમયદર્શક યંત્ર પર હતો તે દશ અંશ પાછો હટ્યો. 9 યહૂદિયાનો રાજા હિઝકિયા માંદગીમાંથી સાજો થયો ત્યારે તેણે જે પ્રાર્થના લખી હતી તે આ છે: 10 મેં કહ્યું, મારા આયુષ્યના મધ્યકાળમાંહું શેઓલની ભાગળોમાં જવાનો છું; મારાં બાકીના વર્ષોં મારી પાસેથી લઈ લેવામાં આવ્યાં છે. 11 મેં કહ્યું, હું કદી યહોવાહને જોઈશ નહિ, જીવતાઓની ભૂમિમાં હું યહોવાહને જોઈશ નહિ;હું ફરી કદી મનુષ્યને તથા સંસારના રહેવાસીઓને નિહાળીશ નહિ. 12 મારું નિવાસસ્થાન ભરવાડોના તંબુની જેમ ઉખેડી અને દૂર કરવામાં આવ્યું છે.વણકરની જેમ મારું જીવન સમેટી લીધું છે; મને તાકામાંથી કાપી નાખવામાં આવ્યો છે.રાત અને દિવસની વચ્ચે તમે મારું જીવન પૂરું કરી નાખો છો. 13 સવાર સુધી મેં વિલાપ કર્યો;સિંહની જેમ તે મારાં હાડકાં ભાંગી નાખે છે; રાત અને દિવસની વચ્ચે તમે મારું જીવન પૂરું કરી નાખો છો. 14 અબાબીલની જેમ હું કિલકિલાટ કરું છું, હોલાની જેમ હું વિલાપ કરું છું,મારી આંખો ઉચ્ચસ્થાન તરફ જોઈ રહેવાથી નબળી થઈ છે. હે પ્રભુ, હું પીડા પામી રહ્યો છું, મને મદદ કરો. 15 હું શું બોલું? તેઓએ મારી સાથે વાત કરી છે અને તેઓએ જ તે કર્યું છે;મારા જીવની વેદનાને લીધે હું મારી આખી જિંદગી સુધી ધીમે ધીમે ચાલીશ. 16 હે પ્રભુ, તમે મોકલેલું દુઃખ મારા માટે સારું છે; મારું જીવન મને પાછું મળે તો સારું;તમે મને સાજો કર્યો છે અને જીવતો રાખ્યો છે. 17 આવા શોકનો અનુભવ કરવો તે મારા લાભને માટે હતું.તમે મને વિનાશના ખાડામાંથી બહાર કાઢ્યો છે;કેમ કે તમે મારાં સર્વ પાપ તમારી પીઠ પાછળ નાખી દીધાં છે. 18 કેમ કે શેઓલ તમારી આભારસ્તુતિ કરે નહિ, મરણ તમારાં સ્તોત્ર ગાય નહિ;જેઓ કબરમાં ઊતરે છે તેઓ તમારી વિશ્વસનીયતાની આશા રાખે નહિ. 19 જીવિત વ્યક્તિ, હા, જીવિત વ્યક્તિ તો, જેમ આજે હું કરું છું તેમ, તમારી આભારસ્તુતિ કરશે.પિતા પોતાનાં સંતાનોને તમારી વિશ્વસનીયતા જાહેર કરશે. 20 યહોવાહ મારો ઉદ્ધાર કરવાના છે અને અમેઅમારી આખી જિંદગી સુધી યહોવાહના ઘરમાં વાજિંત્રો વગાડીને ઉજવણી કરીશું.” 21 હવે યશાયાએ કહ્યું હતું, “અંજીરમાંથી થોડો ભાગ લઈને ગૂમડા પર બાંધો, એટલે તે સાજો થશે.” 22 વળી હિઝકિયાએ કહ્યું હતું, “હું યહોવાહના ઘરમાં જઈશ એનું શું ચિહ્ન થશે?”
In Other Versions
Isaiah 38 in the ANGEFD
Isaiah 38 in the ANTPNG2D
Isaiah 38 in the AS21
Isaiah 38 in the BAGH
Isaiah 38 in the BBPNG
Isaiah 38 in the BBT1E
Isaiah 38 in the BDS
Isaiah 38 in the BEV
Isaiah 38 in the BHAD
Isaiah 38 in the BIB
Isaiah 38 in the BLPT
Isaiah 38 in the BNT
Isaiah 38 in the BNTABOOT
Isaiah 38 in the BNTLV
Isaiah 38 in the BOATCB
Isaiah 38 in the BOATCB2
Isaiah 38 in the BOBCV
Isaiah 38 in the BOCNT
Isaiah 38 in the BOECS
Isaiah 38 in the BOGWICC
Isaiah 38 in the BOHCB
Isaiah 38 in the BOHCV
Isaiah 38 in the BOHLNT
Isaiah 38 in the BOHNTLTAL
Isaiah 38 in the BOICB
Isaiah 38 in the BOILNTAP
Isaiah 38 in the BOITCV
Isaiah 38 in the BOKCV
Isaiah 38 in the BOKCV2
Isaiah 38 in the BOKHWOG
Isaiah 38 in the BOKSSV
Isaiah 38 in the BOLCB
Isaiah 38 in the BOLCB2
Isaiah 38 in the BOMCV
Isaiah 38 in the BONAV
Isaiah 38 in the BONCB
Isaiah 38 in the BONLT
Isaiah 38 in the BONUT2
Isaiah 38 in the BOPLNT
Isaiah 38 in the BOSCB
Isaiah 38 in the BOSNC
Isaiah 38 in the BOTLNT
Isaiah 38 in the BOVCB
Isaiah 38 in the BOYCB
Isaiah 38 in the BPBB
Isaiah 38 in the BPH
Isaiah 38 in the BSB
Isaiah 38 in the CCB
Isaiah 38 in the CUV
Isaiah 38 in the CUVS
Isaiah 38 in the DBT
Isaiah 38 in the DGDNT
Isaiah 38 in the DHNT
Isaiah 38 in the DNT
Isaiah 38 in the ELBE
Isaiah 38 in the EMTV
Isaiah 38 in the ESV
Isaiah 38 in the FBV
Isaiah 38 in the FEB
Isaiah 38 in the GGMNT
Isaiah 38 in the GNT
Isaiah 38 in the HARY
Isaiah 38 in the HNT
Isaiah 38 in the IRVA
Isaiah 38 in the IRVB
Isaiah 38 in the IRVH
Isaiah 38 in the IRVK
Isaiah 38 in the IRVM
Isaiah 38 in the IRVM2
Isaiah 38 in the IRVO
Isaiah 38 in the IRVP
Isaiah 38 in the IRVT
Isaiah 38 in the IRVT2
Isaiah 38 in the IRVU
Isaiah 38 in the ISVN
Isaiah 38 in the JSNT
Isaiah 38 in the KAPI
Isaiah 38 in the KBT1ETNIK
Isaiah 38 in the KBV
Isaiah 38 in the KJV
Isaiah 38 in the KNFD
Isaiah 38 in the LBA
Isaiah 38 in the LBLA
Isaiah 38 in the LNT
Isaiah 38 in the LSV
Isaiah 38 in the MAAL
Isaiah 38 in the MBV
Isaiah 38 in the MBV2
Isaiah 38 in the MHNT
Isaiah 38 in the MKNFD
Isaiah 38 in the MNG
Isaiah 38 in the MNT
Isaiah 38 in the MNT2
Isaiah 38 in the MRS1T
Isaiah 38 in the NAA
Isaiah 38 in the NASB
Isaiah 38 in the NBLA
Isaiah 38 in the NBS
Isaiah 38 in the NBVTP
Isaiah 38 in the NET2
Isaiah 38 in the NIV11
Isaiah 38 in the NNT
Isaiah 38 in the NNT2
Isaiah 38 in the NNT3
Isaiah 38 in the PDDPT
Isaiah 38 in the PFNT
Isaiah 38 in the RMNT
Isaiah 38 in the SBIAS
Isaiah 38 in the SBIBS
Isaiah 38 in the SBIBS2
Isaiah 38 in the SBICS
Isaiah 38 in the SBIDS
Isaiah 38 in the SBIGS
Isaiah 38 in the SBIHS
Isaiah 38 in the SBIIS
Isaiah 38 in the SBIIS2
Isaiah 38 in the SBIIS3
Isaiah 38 in the SBIKS
Isaiah 38 in the SBIKS2
Isaiah 38 in the SBIMS
Isaiah 38 in the SBIOS
Isaiah 38 in the SBIPS
Isaiah 38 in the SBISS
Isaiah 38 in the SBITS
Isaiah 38 in the SBITS2
Isaiah 38 in the SBITS3
Isaiah 38 in the SBITS4
Isaiah 38 in the SBIUS
Isaiah 38 in the SBIVS
Isaiah 38 in the SBT
Isaiah 38 in the SBT1E
Isaiah 38 in the SCHL
Isaiah 38 in the SNT
Isaiah 38 in the SUSU
Isaiah 38 in the SUSU2
Isaiah 38 in the SYNO
Isaiah 38 in the TBIAOTANT
Isaiah 38 in the TBT1E
Isaiah 38 in the TBT1E2
Isaiah 38 in the TFTIP
Isaiah 38 in the TFTU
Isaiah 38 in the TGNTATF3T
Isaiah 38 in the THAI
Isaiah 38 in the TNFD
Isaiah 38 in the TNT
Isaiah 38 in the TNTIK
Isaiah 38 in the TNTIL
Isaiah 38 in the TNTIN
Isaiah 38 in the TNTIP
Isaiah 38 in the TNTIZ
Isaiah 38 in the TOMA
Isaiah 38 in the TTENT
Isaiah 38 in the UBG
Isaiah 38 in the UGV
Isaiah 38 in the UGV2
Isaiah 38 in the UGV3
Isaiah 38 in the VBL
Isaiah 38 in the VDCC
Isaiah 38 in the YALU
Isaiah 38 in the YAPE
Isaiah 38 in the YBVTP
Isaiah 38 in the ZBP