Psalms 127 (IRVG)
undefined ચઢવાનું ગીત; સુલેમાનનું. 1 જો યહોવાહ ઘર ન બાંધે તો,તેના બાંધનારાનો શ્રમ વ્યર્થ છે,જો યહોવાહ નગરનું રક્ષણ ન કરે તો,ચોકીદારની ચોકી કરવી કેવળ વ્યર્થ છે. 2 તમારું વહેલું ઊઠવું,અને મોડું સૂવું,અને કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે,કેમ કે યહોવાહ પોતાના વહાલાઓને ઊંઘમાં આપે છે. 3 જુઓ, સંતાનો તો યહોવાહ પાસેથી મળેલો વારસો છેઅને પેટનાં સંતાન તેમના તરફનું ઇનામ છે. 4 યુવાવસ્થામાંના પુત્રોબળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે. 5 જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે.જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે,ત્યારે તેઓ લજ્જિત નહિ થાય.