Isaiah 59 (IRVG)
1 જુઓ, યહોવાહનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે તમને બચાવી ના શકે અથવા તેમનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે. 2 પણ તમારાં પાપનાં કાર્યોએ તમને તમારા ઈશ્વરથી અલગ કર્યા છે,અને તમારાં પાપોને કારણે તેમણે પોતાનું મુખ તમારાથી સંતાડ્યું છે કે તે સાંભળે નહિ. 3 કેમ કે તમારા હાથ રક્તથી અને પાપથી ખરડાયેલા છે.તમારા હોઠ જૂઠું બોલે છે અને તમારી જીભ દુષ્ટ વાત કરે છે. 4 ન્યાયને અનુસરીને કોઈ પોકાર કરતું નથી અને સત્યથી કોઈ દલીલ કરતું નથી.તેઓ ખાલી શબ્દો પર ભરોસો રાખે છે અને જૂઠું કહે છે; તેઓ વિપત્તિનો ગર્ભ ધરે છે અને પાપને જન્મ આપે છે. 5 તેઓ ઝેરી સર્પનાં ઈંડાં સેવે છે અને કરોળિયાની જાળો વણે છે.તેમનાં ઈંડાં જે ખાય તે મરી જાય છે અને જે ઈંડું ફૂટે છે તેમાંથી ઝેરી સાપ નીકળે છે. 6 તેઓની જાળો વસ્ત્ર તરીકે કામમાં આવશે નહિ કે પોતાની કરણીઓથી તેઓ પોતાનું આચ્છાદન કરી શકશે નહિ.તેઓની કરણીઓ પાપના કામ છે અને તેમના હાથોથી હિંસાના કાર્યો થાય છે. 7 તેમના પગ દુષ્ટતા તરફ દોડી જાય છે અને તેઓ નિરપરાધીનું રક્ત વહેવડાવવાને ઉતાવળ કરે છે.તેઓના વિચારો તે પાપના વિચારો છે; હિંસા અને વિનાશ તેઓના માર્ગો છે. 8 તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી અને તેઓના રસ્તામાં કંઈ ઇનસાફ નથી.તેઓએ પોતાનો માર્ગ વાંકોચૂકો કર્યો છે; જે કોઈ તે માર્ગ પર ચાલે છે તેને શાંતિ મળતી નથી. 9 તેથી ઇનસાફ અમારાથી દૂર રહે છે જેથી ન્યાયીપણું અમારી પાસે પહોંચી શકતું નથી.અમે અજવાળાની રાહ જોઈએ છીએ, પણ અંધકાર મળે છે; અમે પ્રકાશની આશા રાખીએ છીએ, પણ અંધકારમાં ચાલીએ છીએ. 10 કોઈ જોઈ ન શકે તેમ, અમે અંધની જેમ ભીંતને હાથ લગાવીને શોધીએ છીએ.અંધારી રાત્રિની જેમ અમે બપોરે ઠોકર ખાઈએ છીએ; બળવાનની મધ્યે અમે મૃત જેવા છીએ. 11 અમે રીંછની જેમ ઘૂરકીએ છીએ અને કબૂતરની જેમ નિસાસો નાખીએ છીએ;અમે ઇનસાફની રાહ જોઈએ છીએ, પણ કંઈ મળતો નથી; ઉદ્ધારની રાહ જોઈએ છીએ, પણ તે અમારાથી દૂર છે. 12 કેમ કે અમારા અપરાધો તમારી આગળ ઘણા છે અને અમારાં પાપ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે;કેમ કે અમારા અપરાધો અમારી સાથે છે અને અમારાં પાપ અમે જાણીએ છીએ. 13 અમે યહોવાહનો નકાર કરીને તેમની સામે બળવો કર્યો અને અમારા ઈશ્વરને અનુસરવાથી પાછા ફરી ગયા.જુલમની તથા બંડની વાત બોલવી, હૃદયમાં જૂઠી વાતનો વિચાર કરીને તેનો ઉચ્ચાર કરવો એ અમારાં પાપ છે. 14 ઇનસાફ પાછળ ઠેલી મુકાય છે અને ન્યાયીપણું દૂર ઊભું રહે છે;કેમ કે સત્ય જાહેર ચોકમાં ઠોકર ખાય છે અને પ્રામાણિકતા પ્રવેશ કરી શકતી નથી. 15 વિશ્વસનીયતા દૂર થઈ છે અને જે કોઈ દુષ્ટતાથી પાછો ફરે છે તે પોતે તેનો ભોગ બને છે.યહોવાહે જોયું કે કંઈ ઇનસાફ નથી એ તેમને માઠું લાગ્યું. 16 તેમણે જોયું કે કોઈ માણસ નથી અને કોઈ મધ્યસ્થ નથી.તેથી તેમણે પોતાને માટે પોતાને જ હાથે ઉદ્ધાર સાધ્યો અને તેમનું ન્યાયીપણું તેમનો આધાર થયું. 17 તેમણે ન્યાયીપણાનું બખતર અને માથા પર તારણનો ટોપ ધારણ કર્યો છે.તેમણે વેરનાં વસ્ત્રો પહેરી લીધાં છે અને ઉમંગનું આવરણ ઓઢ્યું છે. 18 તેઓએ જે કર્યું હતું તે પ્રમાણેનો બદલો તેમણે આપ્યો છે, પોતાના વેરીઓને કોપ, પોતાના શત્રુઓને દંડ અને સમુદ્ર કિનારે આવેલોઓને તે શિક્ષા કરશે. 19 તેથી તેઓ પશ્ચિમથી યહોવાહના નામનો અને પૂર્વથી તેમના પ્રતાપનો ભય રાખશે; કેમ કે તે યહોવાહના શ્વાસથી ચાલતા પ્રવાહની જેમ ધસી આવશે. 20 યહોવાહ એવું કહે છે કે, “સિયોનને માટે, અને યાકૂબમાંના અધર્મથી પાછા ફરનારને માટે ઉદ્ધાર કરનાર આવશે.” 21 યહોવાહ કહે છે, “તેમની સાથે આ મારો કરાર છે,” “મારો આત્મા જે તારા પર છે અને મારાં વચનો જે મેં તારા મુખમાં મૂક્યાં છે, તે તારા મુખમાંથી, તારા સંતાનના મુખમાંથી, તથા તારા સંતાનના સંતાનના મુખમાંથી હમણાંથી તે સર્વકાળ સુધી જતાં રહેનાર નથી.”
In Other Versions
Isaiah 59 in the ANGEFD
Isaiah 59 in the ANTPNG2D
Isaiah 59 in the AS21
Isaiah 59 in the BAGH
Isaiah 59 in the BBPNG
Isaiah 59 in the BBT1E
Isaiah 59 in the BDS
Isaiah 59 in the BEV
Isaiah 59 in the BHAD
Isaiah 59 in the BIB
Isaiah 59 in the BLPT
Isaiah 59 in the BNT
Isaiah 59 in the BNTABOOT
Isaiah 59 in the BNTLV
Isaiah 59 in the BOATCB
Isaiah 59 in the BOATCB2
Isaiah 59 in the BOBCV
Isaiah 59 in the BOCNT
Isaiah 59 in the BOECS
Isaiah 59 in the BOGWICC
Isaiah 59 in the BOHCB
Isaiah 59 in the BOHCV
Isaiah 59 in the BOHLNT
Isaiah 59 in the BOHNTLTAL
Isaiah 59 in the BOICB
Isaiah 59 in the BOILNTAP
Isaiah 59 in the BOITCV
Isaiah 59 in the BOKCV
Isaiah 59 in the BOKCV2
Isaiah 59 in the BOKHWOG
Isaiah 59 in the BOKSSV
Isaiah 59 in the BOLCB
Isaiah 59 in the BOLCB2
Isaiah 59 in the BOMCV
Isaiah 59 in the BONAV
Isaiah 59 in the BONCB
Isaiah 59 in the BONLT
Isaiah 59 in the BONUT2
Isaiah 59 in the BOPLNT
Isaiah 59 in the BOSCB
Isaiah 59 in the BOSNC
Isaiah 59 in the BOTLNT
Isaiah 59 in the BOVCB
Isaiah 59 in the BOYCB
Isaiah 59 in the BPBB
Isaiah 59 in the BPH
Isaiah 59 in the BSB
Isaiah 59 in the CCB
Isaiah 59 in the CUV
Isaiah 59 in the CUVS
Isaiah 59 in the DBT
Isaiah 59 in the DGDNT
Isaiah 59 in the DHNT
Isaiah 59 in the DNT
Isaiah 59 in the ELBE
Isaiah 59 in the EMTV
Isaiah 59 in the ESV
Isaiah 59 in the FBV
Isaiah 59 in the FEB
Isaiah 59 in the GGMNT
Isaiah 59 in the GNT
Isaiah 59 in the HARY
Isaiah 59 in the HNT
Isaiah 59 in the IRVA
Isaiah 59 in the IRVB
Isaiah 59 in the IRVH
Isaiah 59 in the IRVK
Isaiah 59 in the IRVM
Isaiah 59 in the IRVM2
Isaiah 59 in the IRVO
Isaiah 59 in the IRVP
Isaiah 59 in the IRVT
Isaiah 59 in the IRVT2
Isaiah 59 in the IRVU
Isaiah 59 in the ISVN
Isaiah 59 in the JSNT
Isaiah 59 in the KAPI
Isaiah 59 in the KBT1ETNIK
Isaiah 59 in the KBV
Isaiah 59 in the KJV
Isaiah 59 in the KNFD
Isaiah 59 in the LBA
Isaiah 59 in the LBLA
Isaiah 59 in the LNT
Isaiah 59 in the LSV
Isaiah 59 in the MAAL
Isaiah 59 in the MBV
Isaiah 59 in the MBV2
Isaiah 59 in the MHNT
Isaiah 59 in the MKNFD
Isaiah 59 in the MNG
Isaiah 59 in the MNT
Isaiah 59 in the MNT2
Isaiah 59 in the MRS1T
Isaiah 59 in the NAA
Isaiah 59 in the NASB
Isaiah 59 in the NBLA
Isaiah 59 in the NBS
Isaiah 59 in the NBVTP
Isaiah 59 in the NET2
Isaiah 59 in the NIV11
Isaiah 59 in the NNT
Isaiah 59 in the NNT2
Isaiah 59 in the NNT3
Isaiah 59 in the PDDPT
Isaiah 59 in the PFNT
Isaiah 59 in the RMNT
Isaiah 59 in the SBIAS
Isaiah 59 in the SBIBS
Isaiah 59 in the SBIBS2
Isaiah 59 in the SBICS
Isaiah 59 in the SBIDS
Isaiah 59 in the SBIGS
Isaiah 59 in the SBIHS
Isaiah 59 in the SBIIS
Isaiah 59 in the SBIIS2
Isaiah 59 in the SBIIS3
Isaiah 59 in the SBIKS
Isaiah 59 in the SBIKS2
Isaiah 59 in the SBIMS
Isaiah 59 in the SBIOS
Isaiah 59 in the SBIPS
Isaiah 59 in the SBISS
Isaiah 59 in the SBITS
Isaiah 59 in the SBITS2
Isaiah 59 in the SBITS3
Isaiah 59 in the SBITS4
Isaiah 59 in the SBIUS
Isaiah 59 in the SBIVS
Isaiah 59 in the SBT
Isaiah 59 in the SBT1E
Isaiah 59 in the SCHL
Isaiah 59 in the SNT
Isaiah 59 in the SUSU
Isaiah 59 in the SUSU2
Isaiah 59 in the SYNO
Isaiah 59 in the TBIAOTANT
Isaiah 59 in the TBT1E
Isaiah 59 in the TBT1E2
Isaiah 59 in the TFTIP
Isaiah 59 in the TFTU
Isaiah 59 in the TGNTATF3T
Isaiah 59 in the THAI
Isaiah 59 in the TNFD
Isaiah 59 in the TNT
Isaiah 59 in the TNTIK
Isaiah 59 in the TNTIL
Isaiah 59 in the TNTIN
Isaiah 59 in the TNTIP
Isaiah 59 in the TNTIZ
Isaiah 59 in the TOMA
Isaiah 59 in the TTENT
Isaiah 59 in the UBG
Isaiah 59 in the UGV
Isaiah 59 in the UGV2
Isaiah 59 in the UGV3
Isaiah 59 in the VBL
Isaiah 59 in the VDCC
Isaiah 59 in the YALU
Isaiah 59 in the YAPE
Isaiah 59 in the YBVTP
Isaiah 59 in the ZBP