Nahum 3 (IRVG)

1 ખૂની નગરને અફસોસ! તે જૂઠથી તથા લૂંટથી ભરેલું છે; તેમાં શિકાર કરવાનું બંધ થયું નથી. 2 પણ હવે ત્યાં ચાબુકનો તથા ગડગડતા પૈડાનો, કૂદતા ઘોડા તથા ઊછળતા રથોનો અવાજ સંભળાય છે. 3 ઘોડેસવારોની દોડાદોડ, ચમકતી તલવારો, તેજસ્વી ભાલાઓ, લાશોના તથા કતલ થયેલાઓના ઢગલા અને મૃતદેહોનો તો કોઈ અંત જ નથી; તેઓ પર હુમલો કરનારાઓ મૃતદેહો પર થઈને જાય છે. 4 આ બધાનું કારણ એ છે કે, સુંદર ગણિકાની વિષયવાસના, જે જાદુક્રિયામાં પ્રવીણ, જે પોતાની ગણિકાગીરીથી પ્રજાઓને તથા લોકોને પોતાના જાદુક્રિયાથી વેચી દે છે, તેના વ્યભિચાર પુષ્કળ છે. 5 સૈન્યોનો ઈશ્વર યહોવાહ કહે છે, “જો, હું તારી વિરુદ્ધ છું,” “હું તારો ચણિયો તારા મુખ પર ઉઠાવીશ અને તારી નગ્નતા હું પ્રજાઓને દેખાડીશ, રાજ્યોને તારી શરમ બતાવીશ. 6 હું તારા પર કંટાળાજનક ગંદકી નાખીશ, અને તને ધિક્કારપાત્ર કરીશ; હું તને હાસ્યસ્પદ બનાવીશ કે દરેક લોક તને જોઈ શકે. 7 ત્યારે એવું થશે કે જે લોકો તને જોશે તેઓ તારી પાસેથી નાસી જશે અને કહેશે, ‘નિનવેનો નાશ થયો છે; કોણ તેના માટે વિલાપ કરશે?’ તને આશ્વાસન આપનારને હું ક્યાં શોધું?” 8 નિનવે, શું તું નોનો કરતાં પણ ઉત્તમ છે, જે નીલ નદીને કિનારે બાંધેલું હતું, જેની આસપાસ પાણી હતું, સમુદ્ર તેનો કિલ્લો હતો અને પાણી તેનો કોટ હતો? 9 કૂશ તથા મિસર તેનું બળ હતું, અને તે અનંત હતું; પૂટ તથા લૂબીઓ તારા સાથીદારો હતા. 10 તેમ છતાં તેનું અપહરણ થયું; તે ગુલામગીરીમાં ગઈ; શેરીની ભાગળમાં તેનાં બાળકોને મારીને ટુકડા કરવામાં આવ્યા, તેના માનવંતા માણસો માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવી, તેના બધા માણસોને સાંકળોથી બાંધવામાં આવ્યા. 11 હે નિનવે, તું પણ નશાથી ચકચૂર બનશે; તું પોતાને છુપાવશે; તું પણ શત્રુને લીધે આશ્રયસ્થાન શોધશે. 12 તારા બધા કિલ્લાઓ તો પ્રથમ ફળના અંજીર જેવા થશે. જો કોઈ તેમને હલાવે તો તે ખાનારાના મોમાં પડે છે. 13 જો, તારામાં રહેનાર લોકો સ્ત્રીઓ જેવા છે; તારા દેશની ભાગળો તારા શત્રુ માટે ખુલ્લી મૂકવામાં આવી છે; અગ્નિ વડે તારા દરવાજાઓ ભસ્મ કરી નાખવામાં આવ્યા છે. 14 પોતાને સારુ ઘેરો માટે પાણીનો સંગ્રહ કર; તારા કિલ્લાઓ મજબૂત બનાવ, માટીમાં ઊતરીને પગે ચાલીને ખાંડણી બનાવ અને ઈંટના બીબાં બનાવ. 15 અગ્નિ તને ભસ્મ કરી નાખશે, તલવાર તારી હત્યા કરશે. તે તને તીડની જેમ ભસ્મ કરી નાખશે. તીડની તથા કાતરાઓની જેમ તને વધારશે. 16 તમે આકાશના તારા કરતાં તમારા વેપારીઓની સંખ્યા વધારી છે, પણ તેઓ તીડના જેવા છે: તેઓ જમીનને લૂંટે છે અને પછી ઊડી જાય છે. 17 તારા રાજકુમારો તીડ જેવા છે અને તારા સેનાપતિઓ તીડના ટોળાં જેવા છે, તેઓ ઠંડીના દિવસોમાં વાડોમાં છાવણી કરે છે પણ સૂરજ ઊગતાં જ તેઓ ઊડી જાય છે અને ક્યાં ગયા તેની કોઈને ખબર પડતી નથી. 18 હે આશ્શૂરના રાજા, તારા પાળકો ઊંઘે છે; તારા આગેવાનો આરામ કરે છે. તારા લોકો પર્વતો પર વિખેરાઈ ગયા છે, તેઓને એકત્ર કરનાર કોઈ નથી. 19 તારો ઘા રુઝાઈ શકે એવું શક્ય નથી. તારો ઘા ભારે છે. તારા વિષે ખબર સાંભળનારા સર્વ તારી પડતી જોઈને તાળીઓ પાડે છે. કેમ કે એવો કોઈ છે કે જેના પ્રત્યે તેં સખત દુષ્ટતા આચરી ના હોય?

In Other Versions

Nahum 3 in the ANGEFD

Nahum 3 in the ANTPNG2D

Nahum 3 in the AS21

Nahum 3 in the BAGH

Nahum 3 in the BBPNG

Nahum 3 in the BBT1E

Nahum 3 in the BDS

Nahum 3 in the BEV

Nahum 3 in the BHAD

Nahum 3 in the BIB

Nahum 3 in the BLPT

Nahum 3 in the BNT

Nahum 3 in the BNTABOOT

Nahum 3 in the BNTLV

Nahum 3 in the BOATCB

Nahum 3 in the BOATCB2

Nahum 3 in the BOBCV

Nahum 3 in the BOCNT

Nahum 3 in the BOECS

Nahum 3 in the BOGWICC

Nahum 3 in the BOHCB

Nahum 3 in the BOHCV

Nahum 3 in the BOHLNT

Nahum 3 in the BOHNTLTAL

Nahum 3 in the BOICB

Nahum 3 in the BOILNTAP

Nahum 3 in the BOITCV

Nahum 3 in the BOKCV

Nahum 3 in the BOKCV2

Nahum 3 in the BOKHWOG

Nahum 3 in the BOKSSV

Nahum 3 in the BOLCB

Nahum 3 in the BOLCB2

Nahum 3 in the BOMCV

Nahum 3 in the BONAV

Nahum 3 in the BONCB

Nahum 3 in the BONLT

Nahum 3 in the BONUT2

Nahum 3 in the BOPLNT

Nahum 3 in the BOSCB

Nahum 3 in the BOSNC

Nahum 3 in the BOTLNT

Nahum 3 in the BOVCB

Nahum 3 in the BOYCB

Nahum 3 in the BPBB

Nahum 3 in the BPH

Nahum 3 in the BSB

Nahum 3 in the CCB

Nahum 3 in the CUV

Nahum 3 in the CUVS

Nahum 3 in the DBT

Nahum 3 in the DGDNT

Nahum 3 in the DHNT

Nahum 3 in the DNT

Nahum 3 in the ELBE

Nahum 3 in the EMTV

Nahum 3 in the ESV

Nahum 3 in the FBV

Nahum 3 in the FEB

Nahum 3 in the GGMNT

Nahum 3 in the GNT

Nahum 3 in the HARY

Nahum 3 in the HNT

Nahum 3 in the IRVA

Nahum 3 in the IRVB

Nahum 3 in the IRVH

Nahum 3 in the IRVK

Nahum 3 in the IRVM

Nahum 3 in the IRVM2

Nahum 3 in the IRVO

Nahum 3 in the IRVP

Nahum 3 in the IRVT

Nahum 3 in the IRVT2

Nahum 3 in the IRVU

Nahum 3 in the ISVN

Nahum 3 in the JSNT

Nahum 3 in the KAPI

Nahum 3 in the KBT1ETNIK

Nahum 3 in the KBV

Nahum 3 in the KJV

Nahum 3 in the KNFD

Nahum 3 in the LBA

Nahum 3 in the LBLA

Nahum 3 in the LNT

Nahum 3 in the LSV

Nahum 3 in the MAAL

Nahum 3 in the MBV

Nahum 3 in the MBV2

Nahum 3 in the MHNT

Nahum 3 in the MKNFD

Nahum 3 in the MNG

Nahum 3 in the MNT

Nahum 3 in the MNT2

Nahum 3 in the MRS1T

Nahum 3 in the NAA

Nahum 3 in the NASB

Nahum 3 in the NBLA

Nahum 3 in the NBS

Nahum 3 in the NBVTP

Nahum 3 in the NET2

Nahum 3 in the NIV11

Nahum 3 in the NNT

Nahum 3 in the NNT2

Nahum 3 in the NNT3

Nahum 3 in the PDDPT

Nahum 3 in the PFNT

Nahum 3 in the RMNT

Nahum 3 in the SBIAS

Nahum 3 in the SBIBS

Nahum 3 in the SBIBS2

Nahum 3 in the SBICS

Nahum 3 in the SBIDS

Nahum 3 in the SBIGS

Nahum 3 in the SBIHS

Nahum 3 in the SBIIS

Nahum 3 in the SBIIS2

Nahum 3 in the SBIIS3

Nahum 3 in the SBIKS

Nahum 3 in the SBIKS2

Nahum 3 in the SBIMS

Nahum 3 in the SBIOS

Nahum 3 in the SBIPS

Nahum 3 in the SBISS

Nahum 3 in the SBITS

Nahum 3 in the SBITS2

Nahum 3 in the SBITS3

Nahum 3 in the SBITS4

Nahum 3 in the SBIUS

Nahum 3 in the SBIVS

Nahum 3 in the SBT

Nahum 3 in the SBT1E

Nahum 3 in the SCHL

Nahum 3 in the SNT

Nahum 3 in the SUSU

Nahum 3 in the SUSU2

Nahum 3 in the SYNO

Nahum 3 in the TBIAOTANT

Nahum 3 in the TBT1E

Nahum 3 in the TBT1E2

Nahum 3 in the TFTIP

Nahum 3 in the TFTU

Nahum 3 in the TGNTATF3T

Nahum 3 in the THAI

Nahum 3 in the TNFD

Nahum 3 in the TNT

Nahum 3 in the TNTIK

Nahum 3 in the TNTIL

Nahum 3 in the TNTIN

Nahum 3 in the TNTIP

Nahum 3 in the TNTIZ

Nahum 3 in the TOMA

Nahum 3 in the TTENT

Nahum 3 in the UBG

Nahum 3 in the UGV

Nahum 3 in the UGV2

Nahum 3 in the UGV3

Nahum 3 in the VBL

Nahum 3 in the VDCC

Nahum 3 in the YALU

Nahum 3 in the YAPE

Nahum 3 in the YBVTP

Nahum 3 in the ZBP