Isaiah 65 (IRVG)

1 “જેઓ મને પૂછતા નહોતા તેઓ મારે વિષે તપાસ કરે છે; જેઓ મને શોધતા નહોતા તેઓને મળવા હું તૈયાર હતો.જે પ્રજાએ મને નામ લઈને બોલાવ્યો નહિ તેને મેં કહ્યું, ‘હું આ રહ્યો! 2 જે માર્ગ સારો નથી તે પર જેઓ ચાલે છે, પોતાના વિચારો અને યોજનાઓ પ્રમાણે જેઓ ચાલ્યા છે!એ હઠીલા લોકોને વધાવી લેવા મેં આખો દિવસ મારા હાથ ફેલાવ્યા. 3 તે એવા લોકો છે જે નિત્ય મને નારાજ કરે છે,તેઓ બગીચાઓમાં જઈને બલિદાનનું અર્પણ કરે છે અને ઈંટોની વેદી પર ધૂપ ચઢાવે છે. 4 તેઓ રાત્રે કબરોમાં બેસી રહીને રાતવાસો કરે છેતેઓ ભૂંડનું માંસ ખાય છે તેની સાથે ધિક્કારપાત્ર વસ્તુઓનો સેરવો તેઓના પાત્રોમાં હોય છે. 5 તેઓ કહે છે, ‘દૂર રહો, મારી પાસે આવશો નહિ, કેમ કે હું તમારા કરતાં પવિત્ર છું.’આ વસ્તુઓ મારા નસકોરામાં ધુમાડા સમાન, આખા દિવસ બળતા અગ્નિ જેવી છે. 6 જુઓ, એ મારી આગળ લખેલું છે:હું તેઓને એનો બદલો વાળ્યા વિના, શાંત બેસી રહેનાર નથી; હું તેઓને બદલો વાળી આપીશ. 7 હું તેઓનાં પાપોને તથા તેઓના પૂર્વજોનાં પાપોનો બદલો વાળી આપીશ,” એમ યહોવાહ કહે છે.“જેઓએ પર્વતો પર ધૂપ બાળ્યો છે અને ટેકરીઓ પર મારી નિંદા કરી તેનો બદલો વાળીશ.વળી હું તેઓની અગાઉની કરણીઓને તેઓના ખોળામાં માપી આપીશ.” 8 આ યહોવાહ કહે છે: “જેમ દ્રાક્ષનાં ઝૂમખાંમાં નવો દ્રાક્ષારસ મળે છે,ત્યારે કોઈ કહે છે, ‘તેનો નાશ કરશો નહિ, કેમ કે તેમાં રસ છે,’તેમ હું મારા સેવકોને માટે કરીશ, જેથી તેઓ સર્વનો નાશ ન થાય. 9 હું યાકૂબનાં સંતાન અને યહૂદિયાનાં સંતાનોને લાવીશ, તેઓ મારા પર્વતોનો વારસો પામશે.મારા પસંદ કરેલા લોકો તેનો વારસો પામશે અને મારા સેવકો ત્યાં વસશે. 10 જે મારા લોકોએ મને શોધ્યો છે, તેઓને માટે શારોનનાં ઘેટાંના ટોળાંના બીડ સમાનઅને આખોરની ખીણ જાનવરોનું વિશ્રામસ્થાન થશે. 11 પણ તમે જેઓ યહોવાહનો ત્યાગ કરનારા છો, જે મારા પવિત્ર પર્વતને વીસરી ગયા છો,જે ભાગ્યદેવતાને માટે મેજ પાથરો છો અને વિધાતાની આગળ મિશ્ર દ્રાક્ષારસ ધરો છો 12 તેઓને એટલે તમને તલવારને માટે હું નિર્માણ કરીશ અને તમે સર્વ સંહારની આગળ ઘૂંટણે પડશો,કારણ કે જ્યારે મેં તમને હાંક મારી ત્યારે તમે ઉત્તર આપ્યો નહિ; જયારે હું બોલ્યો ત્યારે તમે સાંભળ્યું નહિ;પણ તેને બદલે, મારી દૃષ્ટિમાં જે ખરાબ હતું તે તમે કર્યું અને હું જે ચાહતો નહોતો તે તમે પસંદ કર્યું.” 13 આ પ્રભુ યહોવાહ કહે છે:જુઓ, મારા સેવકો ખાશે, પણ તમે ભૂખ્યા રહેશો;જુઓ, મારા સેવકો પીશે, પણ તમે તરસ્યા રહેશો;જુઓ, મારા સેવકો આનંદ કરશે, પણ તમે લજ્જિત થશો. 14 જુઓ, મારા સેવકો હૃદયના ઉમળકાથી હર્ષનાદ કરશે,પણ તમે હૃદયની પીડાને લીધે રડશો અને આત્મા કચડાઈ જવાને લીધે વિલાપ કરશો. 15 તમે તમારું નામ મારા પસંદ કરાયેલાઓને શાપ આપવા માટે મૂકી જશો; અને હું, પ્રભુ યહોવાહ, તમને મારી નાખીશ,હું મારા સેવકોને બીજા નામથી બોલાવીશ. 16 જે કોઈ પૃથ્વી પર આશીર્વાદ માગશે તે મારા, એટલે સત્યના ઈશ્વર દ્વારા આશીર્વાદ પામશે.જે કોઈ પૃથ્વી પર શપથ લેશે તે મારા, એટલે સત્યના ઈશ્વરને નામે શપથ લેશે,કારણ કે અગાઉની વિપત્તિઓ વીસરાઈ ગઈ છે, કેમ કે તેઓ મારી આંખોથી સંતાડવામાં આવી હશે. 17 કેમ કે જુઓ, હું નવાં આકાશ અને નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું;અને અગાઉની બિનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ કે તેઓ મનમાં આવશે નહિ. 18 પણ હું જે ઉત્પન્ન કરવા જઈ રહ્યો છું, તેનાથી તમે સર્વકાળ આનંદ કરશો અને હરખાશો. જુઓ, હું યરુશાલેમને આનંદમય તથા તેના લોકોને હર્ષમય ઉત્પન્ન કરું છું. 19 હું યરુશાલેમથી આનંદ પામીશ અને મારા લોકોથી હરાખાઈશ;તેમાં ફરીથી રુદન કે વિલાપનો અવાજ સાંભળવામાં આવશે નહિ. 20 ત્યાં ફરી કદી નવજાત બાળક થોડા દિવસ જીવીને મૃત્યુ પામશે નહિ;કે કોઈ વૃદ્ધ માણસ પોતાના સમય અગાઉ મૃત્યુ પામશે નહિ. 21 તેઓ ઘર બાંધશે અને તેમાં રહેશે અને તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને તેનાં ફળ ખાવા પામશે. 22 તેઓ ઘર બાંધશે અને તેમાં બીજા વસશે નહિ; તેઓ રોપે અને બીજા ખાય, એવું થશે નહિ,કેમ કે વૃક્ષના આયુષ્યની જેમ મારા લોકોનું આયુષ્ય થશે. મારા પસંદ કરાયેલા પોતાના હાથોનાં કામોનાં ફળનો ભોગવટો લાંબા કાળ સુધી કરશે. 23 તેઓ નકામી મહેનત કરશે નહિ, કે નિરાશાને જન્મ આપશે નહિ.કેમ કે તેઓનાં સંતાનો અને તેઓની સાથે તેઓના વંશજો, યહોવાહ દ્વારા આશીર્વાદ પામેલા છે. 24 તેઓ હાંક મારે, તે અગાઉ હું તેઓને ઉત્તર આપીશ; અને હજુ તેઓ બોલતા હશે, એટલામાં હું તેઓનું સાંભળીશ. 25 વરુ તથા ઘેટું સાથે ચરશે અને સિંહ બળદની જેમ ઘાસ ખાશે;પણ ધૂળ સાપનું ભોજન થશે.મારા આખા પવિત્ર પર્વતમાં તેઓ ઉપદ્રવ કે વિનાશ કરશે નહિ.” એવું યહોવાહ કહે છે.

In Other Versions

Isaiah 65 in the ANGEFD

Isaiah 65 in the ANTPNG2D

Isaiah 65 in the AS21

Isaiah 65 in the BAGH

Isaiah 65 in the BBPNG

Isaiah 65 in the BBT1E

Isaiah 65 in the BDS

Isaiah 65 in the BEV

Isaiah 65 in the BHAD

Isaiah 65 in the BIB

Isaiah 65 in the BLPT

Isaiah 65 in the BNT

Isaiah 65 in the BNTABOOT

Isaiah 65 in the BNTLV

Isaiah 65 in the BOATCB

Isaiah 65 in the BOATCB2

Isaiah 65 in the BOBCV

Isaiah 65 in the BOCNT

Isaiah 65 in the BOECS

Isaiah 65 in the BOGWICC

Isaiah 65 in the BOHCB

Isaiah 65 in the BOHCV

Isaiah 65 in the BOHLNT

Isaiah 65 in the BOHNTLTAL

Isaiah 65 in the BOICB

Isaiah 65 in the BOILNTAP

Isaiah 65 in the BOITCV

Isaiah 65 in the BOKCV

Isaiah 65 in the BOKCV2

Isaiah 65 in the BOKHWOG

Isaiah 65 in the BOKSSV

Isaiah 65 in the BOLCB

Isaiah 65 in the BOLCB2

Isaiah 65 in the BOMCV

Isaiah 65 in the BONAV

Isaiah 65 in the BONCB

Isaiah 65 in the BONLT

Isaiah 65 in the BONUT2

Isaiah 65 in the BOPLNT

Isaiah 65 in the BOSCB

Isaiah 65 in the BOSNC

Isaiah 65 in the BOTLNT

Isaiah 65 in the BOVCB

Isaiah 65 in the BOYCB

Isaiah 65 in the BPBB

Isaiah 65 in the BPH

Isaiah 65 in the BSB

Isaiah 65 in the CCB

Isaiah 65 in the CUV

Isaiah 65 in the CUVS

Isaiah 65 in the DBT

Isaiah 65 in the DGDNT

Isaiah 65 in the DHNT

Isaiah 65 in the DNT

Isaiah 65 in the ELBE

Isaiah 65 in the EMTV

Isaiah 65 in the ESV

Isaiah 65 in the FBV

Isaiah 65 in the FEB

Isaiah 65 in the GGMNT

Isaiah 65 in the GNT

Isaiah 65 in the HARY

Isaiah 65 in the HNT

Isaiah 65 in the IRVA

Isaiah 65 in the IRVB

Isaiah 65 in the IRVH

Isaiah 65 in the IRVK

Isaiah 65 in the IRVM

Isaiah 65 in the IRVM2

Isaiah 65 in the IRVO

Isaiah 65 in the IRVP

Isaiah 65 in the IRVT

Isaiah 65 in the IRVT2

Isaiah 65 in the IRVU

Isaiah 65 in the ISVN

Isaiah 65 in the JSNT

Isaiah 65 in the KAPI

Isaiah 65 in the KBT1ETNIK

Isaiah 65 in the KBV

Isaiah 65 in the KJV

Isaiah 65 in the KNFD

Isaiah 65 in the LBA

Isaiah 65 in the LBLA

Isaiah 65 in the LNT

Isaiah 65 in the LSV

Isaiah 65 in the MAAL

Isaiah 65 in the MBV

Isaiah 65 in the MBV2

Isaiah 65 in the MHNT

Isaiah 65 in the MKNFD

Isaiah 65 in the MNG

Isaiah 65 in the MNT

Isaiah 65 in the MNT2

Isaiah 65 in the MRS1T

Isaiah 65 in the NAA

Isaiah 65 in the NASB

Isaiah 65 in the NBLA

Isaiah 65 in the NBS

Isaiah 65 in the NBVTP

Isaiah 65 in the NET2

Isaiah 65 in the NIV11

Isaiah 65 in the NNT

Isaiah 65 in the NNT2

Isaiah 65 in the NNT3

Isaiah 65 in the PDDPT

Isaiah 65 in the PFNT

Isaiah 65 in the RMNT

Isaiah 65 in the SBIAS

Isaiah 65 in the SBIBS

Isaiah 65 in the SBIBS2

Isaiah 65 in the SBICS

Isaiah 65 in the SBIDS

Isaiah 65 in the SBIGS

Isaiah 65 in the SBIHS

Isaiah 65 in the SBIIS

Isaiah 65 in the SBIIS2

Isaiah 65 in the SBIIS3

Isaiah 65 in the SBIKS

Isaiah 65 in the SBIKS2

Isaiah 65 in the SBIMS

Isaiah 65 in the SBIOS

Isaiah 65 in the SBIPS

Isaiah 65 in the SBISS

Isaiah 65 in the SBITS

Isaiah 65 in the SBITS2

Isaiah 65 in the SBITS3

Isaiah 65 in the SBITS4

Isaiah 65 in the SBIUS

Isaiah 65 in the SBIVS

Isaiah 65 in the SBT

Isaiah 65 in the SBT1E

Isaiah 65 in the SCHL

Isaiah 65 in the SNT

Isaiah 65 in the SUSU

Isaiah 65 in the SUSU2

Isaiah 65 in the SYNO

Isaiah 65 in the TBIAOTANT

Isaiah 65 in the TBT1E

Isaiah 65 in the TBT1E2

Isaiah 65 in the TFTIP

Isaiah 65 in the TFTU

Isaiah 65 in the TGNTATF3T

Isaiah 65 in the THAI

Isaiah 65 in the TNFD

Isaiah 65 in the TNT

Isaiah 65 in the TNTIK

Isaiah 65 in the TNTIL

Isaiah 65 in the TNTIN

Isaiah 65 in the TNTIP

Isaiah 65 in the TNTIZ

Isaiah 65 in the TOMA

Isaiah 65 in the TTENT

Isaiah 65 in the UBG

Isaiah 65 in the UGV

Isaiah 65 in the UGV2

Isaiah 65 in the UGV3

Isaiah 65 in the VBL

Isaiah 65 in the VDCC

Isaiah 65 in the YALU

Isaiah 65 in the YAPE

Isaiah 65 in the YBVTP

Isaiah 65 in the ZBP