Isaiah 60 (IRVG)

1 ઊઠ, પ્રકાશિત થા; કેમ કે તારો પ્રકાશ આવ્યો છે અને યહોવાહનો મહિમા તારા પર ઊગ્યો છે. 2 જો કે અંધકાર પૃથ્વીને તથા ઘોર અંધકાર દેશોને ઢાંકશે;છતાં પણ યહોવાહ તારા પર ઊગશે અને તેમનો મહિમા તારા પર દેખાશે. 3 પ્રજાઓ તારા પ્રકાશ તરફ તથા રાજાઓ તારા ઉદયના તેજ તરફ ચાલ્યા આવશે. 4 તારી દૃષ્ટિ ચારે તરફ ઊંચી કરીને જો. તેઓ સર્વ ભેગા થઈને તારી પાસે આવે છે.તારા દીકરાઓ દૂરથી આવશે અને તારી દીકરીઓને તેઓના હાથમાં ઊંચકીને લાવવામાં આવશે. 5 ત્યારે તું તે જોઈને પ્રકાશિત થઈશ અને તારું હૃદય આનંદિત થશે અને ઊછળશે,કારણ કે સમુદ્રનું દ્રવ્ય તારા ઉપર રેડવામાં આવશે, પ્રજાઓનું દ્રવ્ય તારી પાસે લાવવામાં આવશે. 6 ઊંટોના કાફલા, મિદ્યાન અને એફાહમાંના ઊંટનાં બચ્ચાં તને ઢાંકી દેશે;તેઓ સર્વ શેબાથી આવશે;તેઓ સોનું તથા લોબાન લાવશે અને યહોવાહનાં સ્તોત્ર ગાશે. 7 કેદારનાં સર્વ ટોળાં તારે માટે ભેગાં કરવામાં આવશે, નબાયોથનાં ઘેટાં તારી સેવાના કામમાં આવશે;તેઓ મારી વેદી પર માન્ય અર્પણ થશે અને હું મારા મહિમાવંત ઘરને મહિમાથી ભરી દઈશ. 8 જેઓ વાદળની જેમ અને પોતાના માળા તરફ ઊડીને આવતાં કબૂતરની જેમ, ઊડી આવે છે તે કોણ છે? 9 દ્વીપો મારી રાહ જોશે અને તારાઈશ્વર યહોવાહના નામની પાસે અને ઇઝરાયલના પવિત્રની પાસે,તારા દીકરાઓને તેમના સોનાચાંદી સહિત દૂરથી લઈને તાર્શીશનાં વહાણો પ્રથમ આવશે, કારણ કે તેમણે તને શોભાયમાન કર્યો છે. 10 પરદેશીઓ તારા કોટને ફરીથી બાંધશે અને તેઓના રાજાઓ તારી સેવા કરશે;જો કે મારા ક્રોધમાં મેં તને શિક્ષા કરી, છતાં મારી કૃપામાં હું તારા પર દયા કરીશ. 11 તારા દરવાજા નિત્ય ખુલ્લા રહેશે; તેઓ રાતદિવસ બંધ થશે નહિ,જેથી વિદેશીઓનું દ્રવ્ય તેમના રાજાઓ સહિત તારી પાસે લાવવામાં આવે. 12 ખરેખર, જે પ્રજાઓ તથા રાજ્ય તારી સેવા નહિ કરે તે નાશ પામશે; તે દેશોનો સંપૂર્ણપણે વિનાશ થશે. 13 લબાનોનનું ગૌરવ, એરેજવૃક્ષ, ભદ્રાક્ષવૃક્ષ તથા સરળ એ સર્વનાં કાષ્ટ મારાપવિત્રસ્થાનને સુશોભિત કરવા માટે તારી પાસે લાવવામાં આવશે; અને હું મારાં પગોનું સ્થાન મહિમાવાન કરીશ. 14 જેઓએ તારા પર જુલમ કર્યો તેઓના દીકરા તારી પાસે નમતા આવશે; તેઓ સર્વ તારા પગનાં તળિયાં સુધી નમશે;તેઓ તને યહોવાહનું નગર, ઇઝરાયલના પવિત્રનું સિયોન, કહેશે. 15 તું એવું તજેલું તથા તિરસ્કાર પામેલું હતું કે જેમાંથી કોઈ પસાર થતું નહોતું,તેને બદલે હું તને સર્વકાળ વૈભવરૂપ તથા પેઢી દરપેઢી આનંદરૂપ બનાવીશ. 16 તું વિદેશીઓનું દૂધ પીશ અને રાજાઓનાં થાનને ધાવીશ;ત્યારે તું જાણીશ કે હું, યહોવાહ તારો તારણહાર અને તારો ઉદ્ધાર કરનાર, યાકૂબનો સમર્થ ઈશ્વર છું. 17 હું કાંસાને બદલે સોનું તથા લોખંડને બદલે ચાંદી;લાકડાને બદલે કાંસુ તથા પથ્થરને બદલે લોખંડ લાવીશ. હું તારા અધિકારીઓ તરીકે શાંતિની તથા શાસકો તરીકે ન્યાયની નિમણૂક કરીશ. 18 તારા દેશમાં હિંસાની વાત, કે તારી સરહદોમાં જુલમ તથા વિનાશની વાત ફરી સંભળાશે નહિ;પણ તું તારા કોટોને ઉદ્ધાર અને તારા દરવાજાઓને સ્તુતિ કહેશે. 19 હવે પછી દિવસે તને અજવાળું આપવા માટે સૂર્યની જરૂર પડશે નહિ,કે તેજને માટે ચંદ્ર તારા પર પ્રકાશશે નહિ;પણ યહોવાહ તારું સર્વકાળનું અજવાળું અને તારા ઈશ્વર તારો મહિમા થશે. 20 તારો સૂર્ય કદી અસ્ત થશે નહિ, કે તારો ચંદ્ર જતો રહેશે નહિ;કેમ કે યહોવાહ તારું સર્વકાળનું અજવાળું અને તારા શોકના દિવસો પૂરા થશે. 21 તારા સર્વ લોક ધાર્મિક થશે; તેઓ મારા મહિમાને અર્થે, મારા રોપેલા રોપાની ડાળીઓ,મારા હાથની કૃતિ, તેઓ સદાકાળ માટે દેશનો વારસો ભોગવશે. 22 છેક નાનામાંથી હજાર થશે અને જે નાનો છે તે બળવાન પ્રજા થશે;હું, યહોવાહ, નિર્મિત સમયે તે જલદી કરીશ.

In Other Versions

Isaiah 60 in the ANGEFD

Isaiah 60 in the ANTPNG2D

Isaiah 60 in the AS21

Isaiah 60 in the BAGH

Isaiah 60 in the BBPNG

Isaiah 60 in the BBT1E

Isaiah 60 in the BDS

Isaiah 60 in the BEV

Isaiah 60 in the BHAD

Isaiah 60 in the BIB

Isaiah 60 in the BLPT

Isaiah 60 in the BNT

Isaiah 60 in the BNTABOOT

Isaiah 60 in the BNTLV

Isaiah 60 in the BOATCB

Isaiah 60 in the BOATCB2

Isaiah 60 in the BOBCV

Isaiah 60 in the BOCNT

Isaiah 60 in the BOECS

Isaiah 60 in the BOGWICC

Isaiah 60 in the BOHCB

Isaiah 60 in the BOHCV

Isaiah 60 in the BOHLNT

Isaiah 60 in the BOHNTLTAL

Isaiah 60 in the BOICB

Isaiah 60 in the BOILNTAP

Isaiah 60 in the BOITCV

Isaiah 60 in the BOKCV

Isaiah 60 in the BOKCV2

Isaiah 60 in the BOKHWOG

Isaiah 60 in the BOKSSV

Isaiah 60 in the BOLCB

Isaiah 60 in the BOLCB2

Isaiah 60 in the BOMCV

Isaiah 60 in the BONAV

Isaiah 60 in the BONCB

Isaiah 60 in the BONLT

Isaiah 60 in the BONUT2

Isaiah 60 in the BOPLNT

Isaiah 60 in the BOSCB

Isaiah 60 in the BOSNC

Isaiah 60 in the BOTLNT

Isaiah 60 in the BOVCB

Isaiah 60 in the BOYCB

Isaiah 60 in the BPBB

Isaiah 60 in the BPH

Isaiah 60 in the BSB

Isaiah 60 in the CCB

Isaiah 60 in the CUV

Isaiah 60 in the CUVS

Isaiah 60 in the DBT

Isaiah 60 in the DGDNT

Isaiah 60 in the DHNT

Isaiah 60 in the DNT

Isaiah 60 in the ELBE

Isaiah 60 in the EMTV

Isaiah 60 in the ESV

Isaiah 60 in the FBV

Isaiah 60 in the FEB

Isaiah 60 in the GGMNT

Isaiah 60 in the GNT

Isaiah 60 in the HARY

Isaiah 60 in the HNT

Isaiah 60 in the IRVA

Isaiah 60 in the IRVB

Isaiah 60 in the IRVH

Isaiah 60 in the IRVK

Isaiah 60 in the IRVM

Isaiah 60 in the IRVM2

Isaiah 60 in the IRVO

Isaiah 60 in the IRVP

Isaiah 60 in the IRVT

Isaiah 60 in the IRVT2

Isaiah 60 in the IRVU

Isaiah 60 in the ISVN

Isaiah 60 in the JSNT

Isaiah 60 in the KAPI

Isaiah 60 in the KBT1ETNIK

Isaiah 60 in the KBV

Isaiah 60 in the KJV

Isaiah 60 in the KNFD

Isaiah 60 in the LBA

Isaiah 60 in the LBLA

Isaiah 60 in the LNT

Isaiah 60 in the LSV

Isaiah 60 in the MAAL

Isaiah 60 in the MBV

Isaiah 60 in the MBV2

Isaiah 60 in the MHNT

Isaiah 60 in the MKNFD

Isaiah 60 in the MNG

Isaiah 60 in the MNT

Isaiah 60 in the MNT2

Isaiah 60 in the MRS1T

Isaiah 60 in the NAA

Isaiah 60 in the NASB

Isaiah 60 in the NBLA

Isaiah 60 in the NBS

Isaiah 60 in the NBVTP

Isaiah 60 in the NET2

Isaiah 60 in the NIV11

Isaiah 60 in the NNT

Isaiah 60 in the NNT2

Isaiah 60 in the NNT3

Isaiah 60 in the PDDPT

Isaiah 60 in the PFNT

Isaiah 60 in the RMNT

Isaiah 60 in the SBIAS

Isaiah 60 in the SBIBS

Isaiah 60 in the SBIBS2

Isaiah 60 in the SBICS

Isaiah 60 in the SBIDS

Isaiah 60 in the SBIGS

Isaiah 60 in the SBIHS

Isaiah 60 in the SBIIS

Isaiah 60 in the SBIIS2

Isaiah 60 in the SBIIS3

Isaiah 60 in the SBIKS

Isaiah 60 in the SBIKS2

Isaiah 60 in the SBIMS

Isaiah 60 in the SBIOS

Isaiah 60 in the SBIPS

Isaiah 60 in the SBISS

Isaiah 60 in the SBITS

Isaiah 60 in the SBITS2

Isaiah 60 in the SBITS3

Isaiah 60 in the SBITS4

Isaiah 60 in the SBIUS

Isaiah 60 in the SBIVS

Isaiah 60 in the SBT

Isaiah 60 in the SBT1E

Isaiah 60 in the SCHL

Isaiah 60 in the SNT

Isaiah 60 in the SUSU

Isaiah 60 in the SUSU2

Isaiah 60 in the SYNO

Isaiah 60 in the TBIAOTANT

Isaiah 60 in the TBT1E

Isaiah 60 in the TBT1E2

Isaiah 60 in the TFTIP

Isaiah 60 in the TFTU

Isaiah 60 in the TGNTATF3T

Isaiah 60 in the THAI

Isaiah 60 in the TNFD

Isaiah 60 in the TNT

Isaiah 60 in the TNTIK

Isaiah 60 in the TNTIL

Isaiah 60 in the TNTIN

Isaiah 60 in the TNTIP

Isaiah 60 in the TNTIZ

Isaiah 60 in the TOMA

Isaiah 60 in the TTENT

Isaiah 60 in the UBG

Isaiah 60 in the UGV

Isaiah 60 in the UGV2

Isaiah 60 in the UGV3

Isaiah 60 in the VBL

Isaiah 60 in the VDCC

Isaiah 60 in the YALU

Isaiah 60 in the YAPE

Isaiah 60 in the YBVTP

Isaiah 60 in the ZBP